HomeGallerySportsમહિલા બોક્સિંગની દુનિયાની નવી નાયિકા નિખત ઝરીન Sports મહિલા બોક્સિંગની દુનિયાની નવી નાયિકા નિખત ઝરીન By Manoj May 20, 2022 0 450 Share FacebookTwitterPinterestWhatsApp ભારતની 25 વર્ષીય મહિલા બોક્સર નિખત ઝરીને 19 મે, ગુરુવારે તૂર્કી ઈસ્તંબુલમાં ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના નેજા હેઠળ યોજાઈ ગયેલી મહિલાઓની વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં ફ્લાયવેઈટ કેટેગરીની 52 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા તરીકેની સિદ્ધિ હાંસલ કરનાર નિખત દેશની પાંચમી મહિલા બોક્સર બની છે. અન્ય ચાર છેઃ મેરી કોમ, સરિતા દેવી, જેની આર.એલ. અને લેખા કે.સી. તેલંગણાના નિઝામાબાદની વતની નિખતે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં થાઈલેન્ડની જિતપોંગ જુતામાસને હરાવી હતી. નિખત બેન્ક ઓફ ઈન્ડિયામાં જનરલ બેન્કિંગ ઓફિસર તરીકે કામ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને નિખતને તેની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે. TagsBoxerBoxingGold MedalhistoryIndiaInternational Boxing AssociationNikhat ZareenNizamabad districtTelanganaWomen's Boxingwomen's World Boxing Championships Share FacebookTwitterPinterestWhatsApp Previous articleકંગનાએ ખરીદી પાંચ કરોડની મર્સિડીઝ-મેબેક S680 કારNext articleકોરોનાના 2259 નવા કેસ, 20નાં મોત Manoj RELATED ARTICLES Gallery મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી સાથે ક્રિકેટરોનું સન્માન July 4, 2024 Gallery Birthday Special: સચિન તેંડુલકરની આ બાબતો તમે નહીં જાણતા હોય April 24, 2024 Gallery નાટુ-નાટુ ગીત પર ઝૂમ્યા અક્ષય, રામ ચરણ, સૂર્યા, સચિન તેંડુલકર March 7, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more