Friday, May 16, 2025
Google search engine
HomeGallerySportsખેલરત્ન, અર્જુન, દ્રોણાચાર્ય એવોર્ડ્સનું વિતરણ

ખેલરત્ન, અર્જુન, દ્રોણાચાર્ય એવોર્ડ્સનું વિતરણ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 13 નવેમ્બર, શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ’ તથા ‘અર્જુન એવોર્ડ’ અને ‘દ્રોણાચાર્ય એવોર્ડ’ એનાયત કર્યા હતા. ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં ભાલાફેંક રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા સહિત 12 રમતવીરોને ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે 35 ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરાયા હતા. નીરજ ચોપરા ઉપરાંત ખેલરત્ન એવોર્ડ જીતનારઃ રવિ દહિયા (કુસ્તી), લોવલીના બોર્ગોહેન (બોક્સિંગ), પી.આર. શ્રીજેશ (હોકી), અવની લેખરા (પેરા-શૂટિંગ), સુમિત અંતિલ (પેરા-એથ્લેટિક્સ), પ્રમોદ ભગત (પેરા-બેડમિન્ટન), ક્રિષ્ના નાગર (પેરા-બેડમિન્ટન), મનીષ નારવાલ (પેરા-શૂટિંગ), મિતાલી રાજ (મહિલા ક્રિકેટ), સુનીલ છેત્રી (ફૂટબોલ), મનપ્રીત સિંહ (મેન્સ હોકી). 2020ની ટોક્યો ઓલિમ્પિક્સમાં કાંસ્યચંદ્રક જીતનાર મેન્સ હોકી ટીમના ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. કોચ તરીકે ઉત્તમ દેખાવ કરવા બદલ દ્રોણાચાર્ય એવોર્ડ (લાઈફટાઈમ રેગ્યૂલર) વિજેતાઓઃ ટી.પી. ઔસેફ (એથ્લેટિક્સ), સરકાર તલવાર (ક્રિકેટ), સરપાલસિંહ (હોકી), અશન કુમાર (કબડ્ડી), તપનકુમાર પાણીગ્રહી (સ્વિમિંગ), રાધાકૃષ્ણન નાયર (એથ્લેટિક્સ), સંધ્યા ગુરુંગ (બોક્સિંગ), પ્રિતમ સિવાચ (હોકી), જયપ્રકાશ નૌટિયાલ (પેરા-શૂટિંગ), સુબ્રમણ્યન રામન (ટેબલ ટેનિસ). ખેલરત્ન એવોર્ડમાં વિજેતાને મેડલ, સર્ટિફિકેટ અને રૂ. 25 લાખનું રોકડ ઈનામ અપાય છે. અર્જુન એવોર્ડ વિજેતાને અર્જુનની કાંસ્યપ્રતિમા, સર્ટિફિકેટ અને રૂ. 15 લાખનું રોકડ ઈનામ, તથા દ્રોણાચાર્ય એવોર્ડ (રેગ્યૂલર) વિજેતાને દ્રોણાચાર્યની કાંસ્યની પ્રતિમા, સર્ટિફિકેટ અને રૂ. 15 લાખનું રોકડ ઈનામ અપાય છે. દ્રોણાચાર્ય એવોર્ડ (લાઈફટાઈમ) વિજેતાને રૂ. 10 લાખનું રોકડ ઈનામ અપાય છે.
નીરજ ચોપરા ખેલરત્ન એવોર્ડ સ્વીકારે છે.

 

લોવલીના બોર્ગોહેનને ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં બોક્સિંગનો કાંસ્યચંદ્રક જીતવા બદલ ખેલરત્ન એવોર્ડ

ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં કુસ્તીમાં રજતચંદ્રક જીતનાર રવિકુમાર દહિયાને ખેલરત્ન એવોર્ડ.

ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં મેન્સ હોકીનો કાંસ્યચંદ્રક જીતનાર ટીમના કેપ્ટન મનપ્રીતસિંહને ખેલરત્ન એવોર્ડ.

ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં મેન્સ હોકીનો કાંસ્યચંદ્રક જીતનાર ટીમના ગોલકીપર શ્રીજેશને ખેલરત્ન એવોર્ડ.

2020 ટોક્યો પેરાલિમ્પિક ટેબલટેનિસમાં રજતચંદ્રક જીતનાર ભાવિના પટેલને અર્જુન એવોર્ડ

2020ની ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીતનાર અવની લેખરાને ખેલરત્ન એવોર્ડ.મહિલા ક્રિકેટમાં અસાધારણ દેખાવ કરનાર, વિશ્વ વિક્રમો નોંધાવનાર મિતાલી રાજને ખેલરત્ન એવોર્ડ.

ક્રિકેટર શિખર ધવનને અર્જુન એવોર્ડ.

પ્રિયંકા મોહિતેને લેન્ડ એડવેન્ચર (પર્વતારોહણ) ક્ષેત્રે સિદ્ધિ બદલ તેન્ઝિંગ નોર્ગે રાષ્ટ્રીય એડવેન્ચર એવોર્ડ.

શીતલને લેન્ડ એડવેન્ચર (પર્વતારોહણ) ક્ષેત્રે સિદ્ધિ બદલ તેન્ઝિંગ નોર્ગે રાષ્ટ્રીય એડવેન્ચર એવોર્ડ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular