Sunday, July 13, 2025
Google search engine
HomeGallerySportsજયદેવ ઉનડકટે ગર્લફ્રેન્ડ રિનીને જીવનસાથી બનાવી...

જયદેવ ઉનડકટે ગર્લફ્રેન્ડ રિનીને જીવનસાથી બનાવી…

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અને પોરબંદરનિવાસી જયદેવ ઉનડકટે તેની વર્ષો જૂની ગર્લફ્રેન્ડ રિની સાથે લગ્ન કર્યા છે. બંનેનાં લગ્ન 2 ફેબ્રુઆરીના મંગળવારે આણંદના મધુવન રિસોર્ટમાં યોજાયા હતા અને તેમાં માત્ર એમનાં પરિવારજનો, અત્યંત નિકટના સગાંસંબંધી અને મિત્રો જ હાજર રહ્યાં હતાં. રિની વ્યવસાયે વકીલ છે (ગુજરાત હાઈકોર્ટ). 29 વર્ષીય ઉનડકટ અને રિનીએ 2020ની 15 માર્ચે સગાઈ કરી હતી.
લગ્નસમારંભમાં ઉનડકટ જેના વતી રણજી ટ્રોફીમાં રમે છે તે સોરાષ્ટ્ર ક્રિકેટ ટીમના તેના સાથીઓ, BCCIના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહે પણ હાજરી આપી અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

ઉનડકટ ભારત વતી એક ટેસ્ટ મેચ, સાત વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 10 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. ટેસ્ટમાં એના નામે એકેય વિકેટ નથી, પણ વન-ડે ક્રિકેટમાં 8 અને ટ્વેન્ટી-20 ક્રિકેટમાં 14 વિકેટ છે. તે આઈપીએલમાં 80 મેચ રમી ચૂક્યો છે જેમાં 81 વિકેટ લીધી છે.

ઉનડકટ આઈપીએલ સ્પર્ધામાં રાજસ્થાન રોયલ્સ ટીમ વતી રમે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular