Sunday, May 18, 2025
Google search engine
HomeGallerySportsપુત્ર સાથે આનંદ માણતો હાર્દિક પંડ્યા

પુત્ર સાથે આનંદ માણતો હાર્દિક પંડ્યા

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની મર્યાદિત ઓવરોની મેચોની શ્રેણીઓમાં જોરદાર ફોર્મમાં રમ્યો હતો. વન-ડે ઈન્ટરનેશનલ અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓની કુલ 6 મેચમાં એણે 288 રન કર્યા હતા. ટી-20 શ્રેણીમાં તો હાર્દિક ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ બન્યો હતો. હાર્દિક એ શ્રેણીમાં પોતાની ફરજ બજાવીને વડોદરા ઘેર પાછો ફર્યો છે અને પુત્ર અગસ્ત્ય સાથે રમવાનો આનંદ માણી રહ્યો છે. ગઈ કાલે એણે અગસ્ત્ય સાથે પોતાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેરી કરી હતી જેને ઘણા લાઈક્સ મળ્યા છે. ફોટામાં પંડ્યા પિતા-પુત્ર હસી રહ્યા છે અને હાર્દિકે કેપ્શન દ્વારા ખુલાસો કર્યો છે કે બંને બાપ-બેટા ‘પાંચ નાના વાંદરા’નું એક જોડકણા પર હસી રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular