Tuesday, July 22, 2025
Google search engine
HomeGallerySportsઓલિમ્પિક મેડલવિજેતા બોક્સર લવલીના બની આસામ પોલીસમાં DSP

ઓલિમ્પિક મેડલવિજેતા બોક્સર લવલીના બની આસામ પોલીસમાં DSP

ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં ભારતને કાંસ્ય ચંદ્રક અપાવનાર 23 વર્ષીય મહિલા બોક્સર લવલીના બોરગોહેનને આસામ પોલીસમાં ડેપ્યૂટી સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ડીએસપી)નો હોદ્દો આપવામાં આવ્યો છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે મને એક કન્ફર્મ્ડ નોકરી મળી છે તેથી હું બહુ ખુશ છું. હું હવે આસામ પોલીસમાં સેવા બજાવવાની સાથે દેશની સેવા પણ બજાવી શકીશ, પરંતુ મારું મુખ્ય લક્ષ ખેલકૂદ અને મેડલ જીતવા પર રહેશે. હું બોક્સિંગમાંથી નિવૃત્ત થઈ જઈશ તે પછી ડ્યૂટી જોઈન કરીશ, તે પહેલાં નહીં. આસામના મુખ્ય પ્રધાન હિમંત બિશ્વ સરમાએ ખાસ સમારંભમાં લવલીનાને ડીએસપી પદ માટેનો અપોઈન્ટમેન્ટ લેટર સુપરત કર્યો હતો. ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીત્યાં બાદ લવલીનાને સીધી DSP પદે નિયુક્ત કરવાનું આસામ સરકારે વચન આપ્યું હતું.

આસામના ગોલઘાટ જિલ્લાના બારોમુથિયા ગામની રહેવાસી લવલીના હાલમાં ગુવાહાટી શહેરમાં આયોજિત નોર્થઈસ્ટ ફેસ્ટિવલમાં ફેશન ડિઝાઈનર બિદ્યુત અને રાકેશના વેડિંગ કલેક્શનનાં વસ્ત્રોમાં સજ્જ થઈને શૉ-સ્ટોપર તરીકે રેમ્પ પર ઉપસ્થિત રહી હતી. (તસવીરો: લવલીના અને હિમંત બિશ્વ સરમા ટ્વિટર)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular