Saturday, May 24, 2025
Google search engine
HomeGalleryEventsઅમિત શાહે અમદાવાદમાં કમ્યુનિટી હોલ, વાચનાલયનું લોકાર્પણ કર્યું

અમિત શાહે અમદાવાદમાં કમ્યુનિટી હોલ, વાચનાલયનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 11 જુલાઈ, રવિવારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ જનતાને સમર્પિત કર્યો હતો. આનાથી આ વિસ્તારની જનતાને વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં સુવિધા મળશે અને તેમની વિવિધ મૂળભૂત જરૂરિયાતો પૂરી થશે.

અમિત શાહે તે ઉપરાંત બોપલ વિસ્તારમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા 7 કરોડના ખર્ચે નવનિર્મિત વાચનાલય પણ જનતાને સમર્પિત કર્યું હતું. આનાથી આ વિસ્તારના નાગરિકોને ખાસ કરીને યુવાઓને સવિશેષ ફાયદો થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular