Wednesday, September 3, 2025
Google search engine
HomeGalleryEventsસીતારામને નાગાલેન્ડમાં એક્સિસ બેન્કની શાખાનું ઉદઘાટન કર્યું

સીતારામને નાગાલેન્ડમાં એક્સિસ બેન્કની શાખાનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નાગાલેન્ડ રાજ્યના મોન જિલ્લામાં એક્સિસ બેન્કની શાખાનું ઉદઘાટન કર્યું હતું. એમણે અન્ય બેન્કોની શાખાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું હતું.

સીતારામને રાજ્યના પાટનગર કોહિમામમાં એનબીસીસી સેન્ટર ખાતે નાગાલેન્ડ ઈન્વેસ્ટમેન્ટ સંમેલન (કોન્ક્લેવ)-2022 પ્રદર્શનનું પણ ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે નાગાલેન્ડના મુખ્ય પ્રધાન અને નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા નેફિયૂ રિયો પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણાં પ્રધાન સીતારામન કોહિમામાં રાજભવન ખાતે નાગાલેન્ડ અને આસામ રાજ્યોના ગવર્નર જગદીશ મુખીને મળ્યાં હતાં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular