New Delhi: Union Finance Minister Nirmala Sitharaman lights a lamp during the 3rd edition of 'Global Chemicals and Petrochemicals Manufacturing Hubs' Summit (GCPMH 2023), in New Delhi, Thursday, July 27, 2023. (Photo: IANS/Anupam Gautam)
કેન્દ્રના રસાયણ, ખાતર મંત્રાલય દ્વારા આયોજિત જાગતિક રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદન કેન્દ્રોના શિખર સંમેલનની ત્રીજી આવૃત્તિનું કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને 27 જુલાઈ, ગુરુવારે નવી દિલ્હીમાં ઉદઘાટન કર્યું હતું.સીતારામને સંકેત આપ્યો છે કે રસાયણ ઉદ્યોગને કરવેરામાંથી કદાચ મુક્તિ આપવામાં આવશે. દેશની અર્થવ્યવસ્થામાં આ ઉદ્યોગ વિશેષ સ્થાન ધરાવે છે. આ ક્ષેત્ર એવા 80,000થી પણ વધારે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે જે આપણા દૈનિક વપરાશમાં કામમાં આવે છે.