Saturday, May 17, 2025
Google search engine
HomeGalleryEventsમુંબઈના કાંદિવલીમાં ટ્રેન-ટ્રકની વિચિત્ર અથડામણ; કોઈ જાનહાનિ નથી...

મુંબઈના કાંદિવલીમાં ટ્રેન-ટ્રકની વિચિત્ર અથડામણ; કોઈ જાનહાનિ નથી…

મુંબઈના કાંદિવલી ઉપનગરમાં 20 જુલાઈ, સોમવારે બપોરે લગભગ 12.30 વાગ્યાના સુમારે સ્ટેશનની નજીક એક વિચિત્ર રેલવે અકસ્માત થયો હતો. પાંચ નંબરની લાઈન પર એક બહારગામની ટ્રેન (બાન્દ્રા ટર્મિનસ-અમૃતસર મેલ)ના માર્ગમાં એક ટ્રક આવી ગઈ હતી. એને લીધે એન્જિન ટ્રક સાથે અથડાઈ પડ્યું હતું. સદ્દભાગ્યે એ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પણ થઈ નથી. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે.
કાંદિવલી રેલવે સ્ટેશન નજીક રેલવે લાઈન બેસાડવાનું કામ ચાલી રહ્યું છે. એના કામ માટે ટ્રક દ્વારા માલ લાવવામાં આવે છે. એવી એક ટ્રક રેલવેના પાટા પર જતી રહી હતી. એ જ વખતે સામેથી બાન્દ્રા-અમૃતસર મેલ આવી પહોંચ્યો હતો અને એના એન્જિને ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. એને કારણે ટ્રક લોખંડના અવરોધ તોડીને બાજુમાં જતી રહી હતી. ટ્રકને મોટું નુકસાન થયું હતું.
રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રેલવે કર્મચારીઓએ તરત જ ટ્રકને ત્યાંથી હટાવી લીધી હતી.
આ અકસ્માતને કારણે પશ્ચિમ રેલવે વિભાગ પર બહારગામની કે લોકલ ટ્રેન સેવાને કોઈ અસર પહોંચી નહોતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular