Sunday, May 18, 2025
Google search engine
HomeGalleryEventsફરિદાબાદમાં ‘અમૃતા હોસ્પિટલ’નું પીએમ મોદી દ્વારા લોકાર્પણ

ફરિદાબાદમાં ‘અમૃતા હોસ્પિટલ’નું પીએમ મોદી દ્વારા લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ઓગસ્ટ, બુધવારે હરિયાણાના ફરિદાબાદ શહેરમાં અમૃતા હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયી દેવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ હોસ્પિટલ રૂ. 6,000 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. એશિયા ખંડમાં ખાનગી ક્ષેત્રની આ સૌથી મોટી હોસ્પિટલ છે.
આ હોસ્પિટલ 130 એકર જમીન પરિસરમાં બાંધવામાં આવી છે. એમાં 2,600 બેડ ઉપરાંત 64 આધુનિક ઓપરેશન થિયેટર, 534 આઈસીયૂ બેડ, દેશનું સૌથી મોટું શિશુ રોગ ઉપચાર કેન્દ્ર, ઉત્કૃષ્ટ અણુઆધારિત ઔષધિ અનુસંધાન કેન્દ્ર પણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular