Friday, May 23, 2025
Google search engine
HomeGalleryEventsવારાણસીમાં વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર ‘રુદ્રાક્ષ’નું ઉદઘાટન

વારાણસીમાં વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર ‘રુદ્રાક્ષ’નું ઉદઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 જુલાઈ, ગુરુવારે એમના સંસદીય મતવિસ્તાર વારાણસી જઈને ઈન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર – રુદ્રાક્ષનું લોકાર્પણ કર્યું હતું. વારાણસીના પોશ કહેવાતા સિગ્રા વિસ્તારમાં 2.87 હેક્ટર જમીનના પ્લોટ પર આ સેન્ટર બાંધવામાં આવ્યું છે અને તે ભારત અને જાપાન વચ્ચેની મિત્રતાનું પ્રતીક છે. વડા પ્રધાને પોતાના સંબોધનમાં આ કન્વેન્શન સેન્ટરને જાપાનની સહાયતા સાથે બનાવેલા રચનાત્મક અને ડાઈનેમિક માળખા તરીકે ઓળખાવ્યું હતું.
જાપાનના વડા પ્રધાન સુગા યોશિહીદેએ કાર્યક્રમ માટે વર્ચ્યુઅલ સંદેશ મોકલ્યો હતો. બે-માળવાળું આ સેન્ટર 1,200 દર્શકોની ક્ષમતા ધરાવે છે. તેમાં એક ગેલરી, મીટિંગ રૂમ્સ છે, તેમજ 120 કારને પાર્ક કરવાની વ્યવસ્થા છે. આ સેન્ટરને શિવ લિંગ જેવા આકારમાં બનાવવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય પરિષદો, પ્રદર્શનો, સેમિનાર, સંમેલનો, સંગીત મહેફિલ વગેરે જેવા કાર્યક્રમો યોજવા માટે આ સેન્ટર આદર્શ છે. ગેલેરીને વારાણસીની કળા, સંસ્કૃતિ અને સંગીત દર્શાવતા ભીંતચિત્રોથી સુશોભિત કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular