Saturday, May 17, 2025
Google search engine
HomeGalleryEvents'ઓડિસી વેડર': એન્ડ્રોઈડ ડિસ્પ્લે-સંચાલિત, એપ-નિયંત્રિત ઈલેક્ટ્રિક મોટરસાઈકલ

‘ઓડિસી વેડર’: એન્ડ્રોઈડ ડિસ્પ્લે-સંચાલિત, એપ-નિયંત્રિત ઈલેક્ટ્રિક મોટરસાઈકલ

મુંબઈસ્થિત ઓડિસી ઈલેક્ટ્રિક વેહિકલ્સ પ્રા.લિ. કંપનીએ ભારતના પ્રથમ ઈલેક્ટ્રિક મોટરબાઈક ‘વેડર’ને દેશના માર્ગો પર લોન્ચ કર્યું છે જે 7-ઈંચના એન્ડ્રોઈડ ડિસ્પ્લે દ્વારા સંચાલિત છે અને કંપનીની એપ દ્વારા તેમજ બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા નિયંત્રિત છે. ઓડિસીના સીઈઓ નેમિન વોરા અને ચેરમેન તથા એડવાઈઝર વિરેન્દ્ર વોરાએ 31 માર્ચ, શુક્રવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ ‘વેડર’ મોટરસાઈકલને પ્રસ્તુત કરી હતી. ‘ઓડિસી વેડર’ સંપૂર્ણપણે ભારતમાં નિર્મિત મોટરસાઈકલ છે. તેની કિંમત રૂ. 1,09,999 (એક્સ-શોરૂમ) છે.
આ મોટરસાઈકલની વિશેષતાઓ છેઃ તે ઈકો મોડમાં 125 કિ.મી.ની રેન્જ આપે છે. તે ઓડિસી EV એપથી સંચાલિત છે અને એન્ડ્રોઈડ પર ઉપલબ્ધ છે. તેની લિથિયમ-આયન બેટરી ચાર કલાકમાં ફૂલ્લી ચાર્જ થાય છે. 3000 વોટ્સ ઈલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત આ બાઈક 85 કિ.મી.ની ટોપ સ્પીડ ધરાવે છે.
આ મોટરસાઈકલ પાંચ રંગમાં ઉપલબ્ધ છેઃ મિડનાઈટ બ્લૂ, ફિયરી રેડ, ગ્લોસી બ્લેક, વેનમ ગ્રીન અને મિસ્ટી ગ્રે.
ઓડિસી વેડરની ડિલિવરી આ વર્ષના જુલાઈથી શરૂ થશે.

(તસવીરઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular