HomeGalleryEventsPM મોદીના નવા પ્રધાનોએ ચાર્જ સંભાળી લીધો... Events PM મોદીના નવા પ્રધાનોએ ચાર્જ સંભાળી લીધો… By Manoj July 8, 2021 0 377 Share FacebookTwitterPinterestWhatsApp વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં નવા સભ્યો તરીકે જોડાયેલા અને નવા ખાતાની ફાળવણી કરાયેલા સંબંધિત પ્રધાનોએ 8 જુલાઈ, ગુરુવારે નવી દિલ્હીમાં શાસ્ત્રી ભવન ખાતે પોતપોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો હતો. નવા આરોગ્યપ્રધાન નિમાયેલા મનસુખ માંડવીયા (ઉપરની તસવીરમાં)એ ટ્વીટમાં લખ્યું છે કે, મેં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેબિનેટ પ્રધાનનો પદભાર સંભાળી લીધો છે. આદરણીય વડા પ્રધાન મોદીજીના ‘સ્વસ્થ ભારત’ના સપનાને સાકાર કરવા જનસેવા કરવા માટે કૃતસંકલ્પિત છું. અશ્વિની વૈષ્ણવ – રેલવે અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અનુરાગ ઠાકુર – માહિતી અને પ્રસારણ પ્રધાન મીનાક્ષી લેખી – નાયબ વિદેશ પ્રધાન કિરન રિજીજુ – કાયદા પ્રધાન રાજીવ ચંદ્રશેખર – ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ રાજ્યપ્રધાન દર્શના જરદોશ – રેલવે અને કપડા મંત્રાલયોના રાજ્યપ્રધાન નારાયણ રાણે – માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોના પ્રધાન જિતેન્દ્ર સિંહ – વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન પીયૂષ ગોયલ – વાણિજ્ય, ઉદ્યોગ, કપડા મંત્રાલયના પ્રધાન. એમણે આ પદ સ્મૃતિ ઈરાની પાસેથી સંભાળ્યું છે ભૂપેન્દ્ર યાદવ – નવા શ્રમ-રોજગાર, પર્યાવરણ રક્ષણ, વન સંપત્તિ રક્ષણ ખાતાના પ્રધાન ડો. ભાગવત કરાડ – નાણાં મંત્રાલયમાં રાજ્યપ્રધાન ડો. એલ. મુરુગન – માહિતી-પ્રસારણ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડી – ટૂરિઝમ અને સાંસ્કૃતિક પ્રધાન આર.કે. સિંહ – ઊર્જા અને રિન્યૂએબલ એનર્જી પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન – શિક્ષણ પ્રધાન TagsCabinetchargeIndiamassiveNarendra ModiPrime MinisterUnion ministers Share FacebookTwitterPinterestWhatsApp Previous articleભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા સરકારની મંજૂરીNext articleઝોમેટોનો IPO 14-જુલાઈએઃ ₹ 9375 કરોડ એકત્ર કરવાની તૈયારી Manoj RELATED ARTICLES Events સલમાન-શાહરુખ સહિત આ સેલેબ્સ ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં થયા સામેલ December 6, 2024 Events મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ બન્યા CM, શપથ ગ્રહણ સમારોહની તસવીરો જુઓ December 5, 2024 Events જોઈ લો, મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની તસવીરો September 27, 2024 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more