Monday, May 26, 2025
Google search engine
HomeGalleryEvents‘નાસા’નું મિની હેલિકોપ્ટર ‘ઈન્જિન્યૂઈટી’ મંગળ પર ઉતર્યું

‘નાસા’નું મિની હેલિકોપ્ટર ‘ઈન્જિન્યૂઈટી’ મંગળ પર ઉતર્યું

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ મંગળ ગ્રહ પર સંશોધન માટે મોકલેલા મિની હેલિકોપ્ટર ‘ઈન્જિન્યૂઈટી’એ ગઈ 28 ફેબ્રુઆરીએ લાલ માટીવાળા ગ્રહની ધરતી પર ઉતરાણ કર્યું છે. ત્યાંની તસવીર આ અવકાશયાને જ ‘નાસા’ના મથક ખાતે મોકલી છે, જેને વિજ્ઞાનીઓએ ટ્વિટર પર શેર કરી છે. ‘નાસા’ના વિજ્ઞાનીઓએ આ મિશનને 90 ટકા સફળ થયું હોવાનો દાવો કર્યો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર ‘ઈન્જિન્યૂઈટી’ દુનિયાનું પહેલું રોટરક્રાફ્ટ બન્યું છે. તેણે 471 લાખ કરોડ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યા બાદ મંગળની ધરતી પર ઉતરાણ કર્યું છે. એને અવકાશયાન ‘પર્સીવિયરન્સ રોવર’ના પેટના ભાગ સાથે જોડવામાં આવ્યું હતું. એને 2020ની 30 જુલાઈએ ફ્લોરિડાના કેપ કેનેવરલ એરફોર્સ સ્ટેશન ખાતેથી અવકાશમાં મોકલવામાં આવ્યું હતું.
ગઈ 18 ફેબ્રુઆરીએ ‘પર્સીવિયરન્સ રોવર’ અવકાશયાને મંગળ પર ઉતરાણ કર્યા બાદ એણે ‘ઈન્જિન્યૂઈટી’ને સફળતાપૂર્વક પોતાનામાંથી રિલીઝ કર્યું હતું.
‘નાસા’ના વિજ્ઞાનીઓ એ શોધી રહ્યા છે કે મંગળની ધરતી પર જીવન શક્ય છે કે નહીં. મંગળ પર હાલ તાપમાન બહુ ઓછું છે.
આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન અને ઉપપ્રમુખ કમલા હેરિસે ‘નાસા’ના વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular