Mumbai Coastal Road Project on south side is completed, and scheduled for inauguration by Nov. 2023.
મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં દક્ષિણ મુંબઈ ભાગમાં કામકાજ 58 ટકા જેટલું પૂરું થઈ ગયું છે. દક્ષિણ અને ઉત્તર મુંબઈને અરબી સમુદ્ર કિનારે જોડતી આ યોજનાનું ઉદઘાટન 2023ના નવેમ્બરમાં કરવાનું નિર્ધારવામાં આવ્યું છે.આ યોજના રૂ. 12,000 કરોડની છે. 2020માં તે વખતના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન સમયગાળા વખતે આ યોજનાનું કામ શરૂ કરાવ્યું હતું.આ યોજના માટે 111 હેક્ટર જમીન મેળવવામાં આવી છે. આમાંની 97 ટકા જમીન અરબી સમુદ્રમાંથી મેળવાઈ છે – રીક્લેમેશન સ્વરૂપે.આમાંની 14.50 હેક્ટર જમીન કોસ્ટલ રોડને દરિયાનાં મોજાથી બચાવવા માટે દરિયાઈ-દીવાલ બાંધવા માટે વપરાશે.દક્ષિણ ભાગમાં, પ્રિયદર્શિની પાર્ક (મલબાર હિલ)થી નેતાજી સુભાષ માર્ગમાં 2.07 કિ.મી.ની કુલ બે ટનલ બાંધવામાં આવી રહી છે.આ કોસ્ટલ રોડને દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટથી વર્સોવા (અંધેરી) અને ત્યાંથી આગળ વિરાર (પાલઘર) સુધી લંબાવવામાં આવશે.8-લેનવાળો આ કોસ્ટલ રોડ બની જશે તે પછી દક્ષિણ મુંબઈથી વિરાર સુધીનું અંતર માત્ર એક કલાકમાં પૂરું કરી શકાશે, જે માટે હાલ સાડા ત્રણ કલાક લાગે છે.