Monday, August 4, 2025
Google search engine
HomeGalleryEvents'INS વાગીર' સબમરીનનું જલાવતરણ... સમુદ્રમાં ભારતીય નૌકાદળની તાકાતનું વિસ્તરણ...

‘INS વાગીર’ સબમરીનનું જલાવતરણ… સમુદ્રમાં ભારતીય નૌકાદળની તાકાતનું વિસ્તરણ…

પ્રોજેક્ટ 75-બી અંતર્ગત કલવારી શ્રેણીની નિર્માણ કરાયેલી છ સ્કોર્પીન ફ્રેન્ચ સબમરીન પૈકી પાંચમી સબમરીન ‘INS વાગીર’નું સોમવાર, 23 જાન્યુઆરીએ મુંબઈમાં નેવલ ડોક્યાર્ડ ખાતે ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમારની ઉપસ્થિતિમાં જલાવતરણ કરવામાં આવ્યું છે. આ સબમરીનનું નિર્માણ મુંબઈની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે કર્યું છે.
‘મેડ ઈન ઈન્ડિયા’ ‘INS વાગીર’ સામેલ થવાથી સમુદ્રમાં ભારતીય નૌકાદળની તાકાત અનેકગણી વધી જશે. આ સબમરીનને ફ્રેન્ચ ટેક્નોલોજીના ઉપયોગ સાથે સ્વદેશી રીતે બાંધવામાં આવી છે.
આ સબમરીન સમુદ્રમાં દુશ્મનોને ડરાવશે, નૌકાદળની ગુપ્તચર અને નિરીક્ષણ ક્ષમતાને વધારશે.
છેલ્લા બે વર્ષમાં ભારતીય નૌકાદળના કાફલામાં આ ત્રીજી સબમરીનને સામેલ કરવામાં આવી છે.
‘INS વાગીર’માં અત્યાધુનિક શસ્ત્રો ગોઠવેલા છે, દુનિયામાં સર્વોત્તમ કહેવાય એવા સેન્સર્સ બેસાડવામાં આવ્યા છે તે ઉપરાંત શક્તિશાળી ડિઝલ એન્જિનસાથે વાયર-ગાઈડેડ ટોર્પીડોસ અને ઉપ-સપાટીથી સપાટી પર મિસાઈલ મારો કરવા માટે પણ સજ્જ છે.
આ સબમરીન વિશિષ્ટ કામગીરીઓ માટે મરીન કમાન્ડોને સેવામાં પણ ઉતારી શકે છે.
‘INS વાગીર’ પર ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરતા એડમિરલ આર. હરિકુમાર

‘INS વાગીર’ પર નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર તથા અન્ય અધિકારીઓની સમૂહ તસવીર

(તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular