કોરોના વાઈરસ મહાબીમારીએ ત્રણ મહિનાથી જનજીવનને માઠી અસર પાડી છે ત્યારે 21 જૂન, રવિવારે દેશભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2020'ની ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી. રાજકીય નેતાઓ, ફિલ્મી સિતારાઓ, તથા સામાન્ય માનવીઓએ યોગ કરીને તંદુરસ્ત રહેવાની એમની ઈચ્છા અને યોગવિદ્યામાં એમની શ્રદ્ધા પ્રદર્શિત કરી હતી. ઉપરની તસવીર વારાણસીમાં ગંગા ઘાટ પર યોગ કરતા લોકોની છે.