મધ્ય મુંબઈના મુંબઈ સેન્ટ્રલ ઉપનગરમાં આવેલી વોખાર્ટ હોસ્પિટલે 21 જૂન, બુધવારે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની અનોખી રીતે ઉજવણી કરી હતી. ત્યાં ડોક્ટરો, નર્સો, સપોર્ટ સ્ટાફ માટે સંગીતની ધૂનના સથવારે યોગવિદ્યા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યક્તિને સંગીત અને કસરતના મિશ્રિત લાભ પ્રાપ્ત થાય એ માટે સંગીતમય યોગ સત્ર યોજવામાં આવ્યું હતું. જાણીતાં યોગ થેરાપિસ્ટ વૃંદા ઠક્કરે આ એક-કલાકના સત્રનું આયોજન કર્યું હતું.