Bengaluru: A view of the India's first state of the art 3D printed Post Office at Cambridge Layout, Bengaluru, on Friday, August 18, 2023. Union Minister Ashwini Vaishnaw inaugrated the 3D printed Post Office building. (Photo: IANS/Twitter/@narendramodi)
ભારતની સૌપ્રથમ 3D મુદ્રિત (પ્રિન્ટેડ) પોસ્ટ ઓફિસ બેંગલુરુમાં કેમ્બ્રિજ લે આઉટ વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. તેની આકર્ષક તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. થ્રી-ડી ટેક્નોલોજીથી બનાવવવામાં આવેલી આ અનોખી પોસ્ટ ઓફિસના બિલ્ડિંગનું કેન્દ્રના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે 18 ઓગસ્ટ, શુક્રવારે કર્યું હતું.આ પોસ્ટ ઓફિસની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી સરાહના કરી છે અને કહ્યું કે આ પોસ્ટ ઓફિસ ભારતની પ્રગતિનું પ્રમાણ છે અને આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતીક છે. દરેક ભારતીયને આ પોસ્ટ ઓફિસ જોઈને ગર્વની લાગણી થશે. જેમણે આ પોસ્ટ ઓફિસના નિર્માણમાં મહેનત કરી છે એ તમામને અભિનંદન આપું છું.આ પોસ્ટ ઓફિસ માત્ર 43 દિવસમાં અને 40 ટકા ઓછા ખર્ચમાં બનાવવામાં આવી છે. બાંધકામ આ વર્ષની 21 માર્ચથી શરૂ કરાયું હતું અને 3 મેએ પૂરું કરવામાં આવ્યું હતું.