Gurugram: Indian actor Hrithik Roshan and Hero MotoCorp Chief Executive Officer Niranjan Gupta posed for photos during the launch of the Hero Karizma XMR at an event in Gurugram on Tuesday, August 29, 2023. (Photo: IANS/Anupam Gautam)
હીરો મોટોકોર્પ કંપનીએ તેની નવી સુપરબાઈક બહાર પાડી છે, જેનું નામ છે ‘હીરો કરિઝ્મા XMR’. આ લક્ઝરી બાઈકનું 29 ઓગસ્ટ, મંગળવારે હરિયાણાના ગુરુગ્રામમાં મિડિયાકર્મીઓ સમક્ષ ઉદઘાટન કર્યું બોલીવુડ અભિનેતા રિતિક રોશને. એ પ્રસંગે હીરો મોટોકોર્પના સીઈઓ નિરંજન ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ મોટરબાઈકની કિંમત છે રૂ. 1,72,900. કંપનીએ આ બાઈકને પીળા અને કાળા રંગોના કોમ્બિનેશનમાં લોન્ચ કરી છે.સુઝૂકીની Gixxer SF 250, યામાહાની R15, બજાજની પલ્સર RS 200 ને ટક્કર આપવા માટે હીરો કંપનીએ પોતાની આ બાઈકને માર્કેટમાં ઉતારી છે.આ બાઈકની વિશેષતા એ છે કે તેમાં સંપૂર્ણ એલઈડી ફીટિંગ છે. એના વિન્ડસ્ક્રીનની પાછળ અને સાઈડ પેનલ્સમાં એરોડાઈનેમિક્સ સાથે માઉન્ટ મિરર છે. આ બ્લૂટૂથની મદદથી સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકે છે. આમાં 210 સીસી લિક્વિડ કૂલ્ડ સિલિન્ડર એન્જિન છે. આમાં છ સ્પીડ ગીયરબોક્સ છે. બંને પૈડા પર ડિસ્ક બ્રેક છે.