Harsh Vardhan visits soon to be operational Covid centre in Delhi. (Harsh vardhan twitter)
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી ગયા છે અને કોરોના દર્દીઓ સારવાર માટે હોસ્પિટલો તથા કોવિડ-19 કેન્દ્રોમાં પથારીઓ અને ઓક્સિજન સિલિન્ડરોની અછતની સમસ્યા સર્જાઈ છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને 24 એપ્રિલ, શનિવારે દિલ્હીના છત્તરપુર વિસ્તારમાં નવા તૈયાર કરાયેલા અને ટૂંક સમયમાં શરૂ કરાનાર સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કેન્દ્રમાં ઓક્સિજનની સવલત સાથેની 500 પથારીઓ તૈયાર કરવામાં આવી છે.