Wednesday, July 2, 2025
Google search engine
HomeGalleryEventsડ્રોન શો, લાઈવ સંગીત સંધ્યા દ્વારા ગાંધીજયંતીની ભવ્ય ઉજવણી

ડ્રોન શો, લાઈવ સંગીત સંધ્યા દ્વારા ગાંધીજયંતીની ભવ્ય ઉજવણી

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતીની વૈશ્વિક સ્મૃતિમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, ગુજરાત સાયન્સ સિટી દ્વારા 2 ઓક્ટોબર, રવિવારે ડ્રોન શો અને લાઇવ મ્યુઝિકલ ઈવનિંગ (લાઈવ સંગીત સંધ્યા)નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આશરે 250 જેટલા ‘મેડ ઇન ઈન્ડિયા’ ડ્રોન દ્વારા અવકાશમાં ગાંધીજીની અદ્દભુત છબીએ લોકોને અચંબિત કરી દીધાં હતાં. અદ્દભુત આકાશી ડ્રોન શો 5000 એરિયલ મીટરમાં નરી આંખે જોવા મળ્યો હતો.  આ વિસ્તારના 2,50,000 લોકોએ આ ડ્રોન શો નિહાળવાનો લાભ લીધો હતો.
આ ઉજવણી નિમિતે આયોજિત અવિસ્મરણીય કાર્યક્રમમાંમાં સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે. બી. વદર, ,વિભાગના અધિકારીઓ સહિત 5000થી વધુ ઉત્સાહી લોકો જોડાયા હતા.

ઉજવણીના ભાગ રૂપે આયોજિત સંગીત સંધ્યામાં ‘મેઘધનુષ બેન્ડ’ દ્વારા ગાંધીજીને સ્મરણાંજલિ આપતા ગીતો અને અન્ય ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.આ ખાસ અવસર પર શ્રેષ્ઠ વીડિયો અને ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટ વિજેતાઓને પુરસ્કાર આપી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. વિજેતાઓને તેમની કૃતિને સાયન્સ સિટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર્શાવવાનો મોકો મળશે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે કટિબદ્ધ છે. આ અંતર્ગત સાયન્સ સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓઓનું પણ આયોજન કરવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular