Mumbai: Fire engulfs Parel skyscraper, many feared trapped.
મુંબઈના લોઅર પરેલ ઉપનગરમાં આવેલી ‘વન અવિઘ્ના પાર્ક’ નામની 64-માળવાળી રહેણાંક ઈમારતમાં 15 ડિસેમ્બર, ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગ 22મા માળ પર લાગી હતી. ઘણા લોકો ફસાઈ ગયા હતા, પરંતુ અગ્નિશામક દળના જવાનોએ ખબર મળતાં તરત જ ચાર ફાયર એન્જિન્સ સાથે ત્યાં પહોંચી જઈને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ તત્કાળ જાણવા મળ્યું નહોતું. પોલીસ તપાસ કરી રહી છે.