કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં પંજાબ અને હરિયાણા રાજ્યોના કિસાનો છેલ્લા પાંચ દિવસોથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની હદના વિસ્તારોમાં આંદોલન કરી રહ્યાં છે. કૃષિ કાયદાઓને પાછા ખેંચી લેવામાં આવે એવી તેમની માગણી છે. સરકાર એમને વાટાઘાટ કરવા માટે સમજાવે છે. આંદોલનકારી કિસાનો દિલ્હીમાં પ્રવેશે નહીં એટલા માટે 2 ડિસેમ્બર, બુધવારે દિલ્હી-નોઈડા હદ પર ટ્રેક્ટરો મૂકી દેવામાં આવ્યા હતા એની આ તસવીર.
આંદોનલકારી કિસાનો રસ્તા પર બેસીને સાથે મળીને ભોજન લઈ રહ્યા છે.