Wednesday, May 21, 2025
Google search engine
HomeGalleryEventsસાબરમતી રીવરફ્રન્ટ ખાતે ડીફેન્સ એક્સ્પો-2022 એરશૉનું રીહર્સલ

સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ડીફેન્સ એક્સ્પો-2022 એરશૉનું રીહર્સલ

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજકાલ સરકારી અને ખાનગી સ્તરે મોટી ઇવેન્ટ્સની ભરમાર રહે છે. ગુજરાત સરકારે હાલમાં જ 36મી નેશનલ ગેમ્સનું આયોજન કર્યું હતું. હવે ડીફેન્સ એક્સ્પો-2022ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ગત માર્ચ મહિનામાં મુલતવી રખાયેલો ડીફેન્સ એક્સ્પો કાર્યક્રમ-2022 આવતી 18-22 ઓક્ટોબર સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગર ખાતે યોજાવાનો છે.
ડીફેન્સ એક્સ્પોની તૈયારીરૂપે ભૂમિદળ, હવાઈદળ, નૌકાદળ, કોસ્ટગાર્ડના જવાનો હાલ એરશૉ માટે રીહર્સલ કરી રહ્યા છે.
ડીફેન્સ એક્સ્પો સાથે સંકળાયેલા સંરક્ષણ મંત્રાલયના તમામ વિભાગોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના જવાનો હાલ અમદાવાદના આકાશમાં હેલિકોપ્ટર, પેરેશૂટ દ્વારા અવકાશી કરતબ માટેના રીહર્સલ કરી રહ્યા છે.
આ જવાનો સાબરમતી નદીમાં તથા નદી પરના આકાશમાં રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીના કરતબનું રિહર્સલ કરી રહ્યા છે.
આ કાર્યવાહી જોવા માટે શહેરના બ્રિજ પર ટ્રાફિક જામ થતો હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular