Saturday, May 17, 2025
Google search engine
HomeGalleryEventsભાજપ રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠકમાં પીએમ મોદીનું સમ્માન

ભાજપ રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠકમાં પીએમ મોદીનું સમ્માન

કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીની 7 નવેમ્બર, રવિવારે નવી દિલ્હીમાં એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં યોજવામાં આવેલી રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સમ્માન કરવામાં આવ્યું હતું. પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ મોદીના સમ્માનની આગેવાની લીધી હતી. કોરોનાવાઈરસ રોગચાળા સંકટ વચ્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો નિર્ણય લઈને મહામારી વચ્ચે ઊભા થયેલા આર્થિક પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવા બદલ મોદીનું સમ્માન કરવામાં આવ્યું હતું.
નડ્ડાએ પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, રોગચાળો ફાટી નીકળ્યો એના ત્રણ મહિનામાં જ વડા પ્રધાન મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાનો હિંમતભર્યો નિર્મય લીધો હતો. એ સંકટસમયમાં દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓ તથા સેવા-સુવિધાઓ સતત ઉપલબ્ધ કરાઈ હતી.
રાષ્ટ્રીય કાર્યસમિતિમાં અનેક કેન્દ્રીય પ્રધાનો, ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ નેતાઓ એલ.કે. અડવાણી અને મુરલી મનોહર જોશીએ વિડિયો કોન્ફરન્સ માધ્યમથી આ બેઠકમાં હાજરી આપી હતી.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનનું આગમન
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ભાજપની મહિલા કાર્યકરો સાથે
યોગી આદિત્યનાથ, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું આગમન

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular