California: Badminton player P.V. Sindhu with Apple CEO Tim Cook during the launch of new products on the Apple campus, in California, USA, Tuesday, Sept. 12, 2023.(IANS/Twitter:@Pvsindhu1)
અમેરિકાની વિશ્વવિખ્યાત ટેક્નોલોજી કંપની એપલ દ્વારા કેલિફોર્નિયા રાજ્યના ક્યૂપર્ટિનો શહેરસ્થિત એપલ કેમ્પસ ખાતે 12 સપ્ટેમ્બર, મંગળવારે યોજવામાં આવેલા આઈફોન-15 ફોન તથા અન્ય પ્રોડક્ટ્સના લોન્ચિંગ કાર્યક્રમમાં ભારતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ પણ હાજરી આપી હતી. સિંધુ એપલના સીઈઓ ટીમ કૂકને પણ મળી હતી અને એમની સાથે તસવીર પડાવી હતીસિંધુએ કૂકને કહ્યું કે તેઓ ભારત આવે ત્યારે એમની સાથે બેડમિન્ટન મેચ રમવાની તેની ઈચ્છા છે.સિંધુએ ટીમ કૂક સાથેની મુલાકાતને તેનાં જીવનની અવિસ્મરણીય ક્ષણો તરીકે ઓળખાવી છે.