ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના એક્સપો માર્ટ ખાતે 11 જાન્યુઆરી, બુધવારથી શરૂ થયેલા ઓટોમોબાઈલ શો ‘ઓટો એક્સ્પો-2023’માં સુઝૂકી, મારુતિ સુઝૂકી, હ્યુન્ડાઈ, એમ.જી. કિઆ, બીવાઈડી, ટોયોટા, લેક્સસ, નિસાન, ટાટા મોટર્સ જેવી 30 મોટી કાર ઉત્પાદક કંપનીઓ પોતપોતાનાં 75 લેટેસ્ટ, ઈલેક્ટ્રિક તથા હાઈડ્રોજન ઈંધણથી ચાલતા વાહનોને પ્રદર્શનાર્થે રજૂ કરી રહી છે, દુનિયા સમક્ષ લોન્ચ કરી રહી છે. જોકે બીએમડબલ્યુ, સ્કોડા, ફોક્સવેગન, ઓડી, મર્સિડીઝ-બેન્ઝ જેવી કંપનીઓએ આ વખતના એક્સ્પોમાં ભાગ લેવાનું ટાળ્યું છે. એવી જ રીતે, કોઈ મોટી ટુ-વ્હીલર બ્રાન્ડ પણ આ વખતના એક્સ્પોમાં સામેલ થઈ નથી. ત્રણ વર્ષ બાદ ફરી યોજવામાં આવેલો આઠ દિવસ સુધી ચાલનારો આ ઓટો એક્સ્પો-2023 જાહેર જનતા માટે 14-18 જાન્યુઆરી દરમિયાન ખુલ્લો રાખવામાં આવશે. ઉપલી તસવીરમાં એક મોડેલ લેક્સસ ઈન્ડિયાની RX 350h કાર સાથે તસવીર માટે પોઝ આપી રહી છે.ટોયોટાની કોન્સેપ્ટ કારલેક્સસ ઈન્ડિયાની કોન્સેપ્ટ કાર પાસે ઊભીને પોઝ આપતી મોડેલલેક્સસ ઈન્ડિયાની કોન્સેપ્ટ કાર પાસે ઊભીને પોઝ આપતી મોડેલઅતુલ ઓટો કંપનીએ લોન્ચ કરી છે ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર (ઓટોરિક્ષા) ‘મોબિલી’અતુલ ઓટો કંપનીની ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર (ઓટોરિક્ષા) ‘મોબિલી’કિઆ ઈન્ડિયાના એમડી-સીઈઓ તાએ-જિન પાર્કે લોન્ચ કરી KA4 એસયૂવી કારકિઆ ઈન્ડિયાએ લોન્ચ કરી કોન્સેપ્ટ એસયૂવી EV9 કારહુન્ડાઈએ મોટર ઈન્ડિયાએ લોન્ચ કરી છે ‘આયોનિક 5’ ઈલેક્ટ્રિક કારબોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને હુન્ડાઈ કંપનીની ઈલેક્ટ્રિક કાર ‘આયોનિક 5’ને લોન્ચ કરીજેબીએમ ગ્રુપના ચેરમેન એસ.કે. આર્ય અને વાઈસ ચેરમેન નિશાંત આર્યએ લોન્ચ કરી એમની કંપનીની ઈલેક્ટ્રિક બસજેબીએમ ગ્રુપની ઈલેક્ટ્રિક બસમારુતિ સુઝૂકી કંપનીએ તેની પ્રથમ ઈલેક્ટ્રિક SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ) કાર eVXનેજેબીએમ ઓટોની ઈલેક્ટ્રિક બસએમ.જી. મોટર ઈન્ડિયાએ લોન્ચ કરી એમજી હેક્ટર એસયૂવી કાર