અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફ્લાવર શો-2023 સંપૂર્ણપણે ખીલી ઉઠ્યો છે. નવા વર્ષમાં જ શરૂ કરાયેલો આ ફ્લાવર શો આવતી બારમી જાન્યુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.G20, રમતગમત, યોગા, વસુધૈવ કુટુંબકમ્, અશોક સ્તંભ જેવા વિવિધ થીમ આ વખતના ફ્લાવર શોનાં આકર્ષણો બન્યા છે. આ સાથે જીરાફ, સિંહ, સાબર, હાથી જેવા અનેક પ્રાણીઓ, પવનપુત્ર હનુમાનજી સહિત અનેક કૃતિઓને ફૂલોથી શણગારવામાં આવ્યા છે.સાંજ પડતાં આખોય ફ્લાવર શો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ફ્લાવર શોને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.પહેલા દિવસથી જ ફ્લાવર શો જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે માનવમહેરામણ ઉમટે છે.