Sunday, June 8, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentજાન્હવીની ફિલ્મ 'ઉલઝ'નું શૌકન ગીત રિલીઝ

જાન્હવીની ફિલ્મ ‘ઉલઝ’નું શૌકન ગીત રિલીઝ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ ‘ઉલઝ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થનારી અભિનેત્રીની બીજી ફિલ્મ છે. આ પહેલા તે રાજકુમાર રાવ સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળી હતી. ત્યારે હવે તે ‘ઉલઝ’ફિલ્મના પ્રમોશનમાં લાગી ગઈ છે. આ ફિલ્મનું શૌકન ગીત આજે લૉન્ચ કરવામાં આવ્યું.

જેમાં જાન્હવી કપૂર, દિગ્દર્શક સુધાંશુ સારિયા, ગાયક જુબિન નૌટિયાલ અને સંગીતકાર શાશ્વત સચદેવ હાજર હતાં.આ ગીતમાં નેહા કક્કર અને જુબિન નૌટિયાલે પોતાનો અવાજ આપ્યો છે. જ્યારે શાશ્વત સચદેવ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. અહીં નોંધવું રહ્યું કે ફિલ્મ 2જી ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

(તસવીર સૌજન્ય: માનસ સોમપુરા)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular