Tuesday, May 20, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentદાદી નૂતનનાં ગીત પર પ્રનૂતનનો કથક ડાન્સ...

દાદી નૂતનનાં ગીત પર પ્રનૂતનનો કથક ડાન્સ…

અભિનેત્રી પ્રનૂતને સોશિયલ મિડિયા પર પોતાનો એક ડાન્સ વિડિયો મૂકીને એનાં પ્રશંસકોને આશ્ચર્ય આપ્યું છે. આ વિડિયોમાં તે ‘મોરા ગોરા અંગ લઈ લે, મોહે શામ રંગ દઈ દે’ ગીતની ધૂન પર ડાન્સ કરતી જોઈ શકાય છે. આ ગીત 1963માં આવેલી હિન્દી ફિલ્મ ‘બંદિની’નું છે, જેમાં પ્રનૂતનનાં અભિનેત્રી દાદી નૂતન પર ફિલ્માવાયું હતું. આ એવરગ્રીન ગીત પર પ્રનૂતનs કથક નૃત્ય કર્યું છે. વિડિયો સાથેની કેપ્શનમાં તેણે લખ્યું છેઃ ‘મારે મન આ ગીત ખૂબ જ વિશેષ છે, કારણ કે એ મારાં દાદીનું ગીત છે.’ પ્રનૂતન 8-9 વર્ષની હતી ત્યારથી ભારતનાટ્યમ શીખે છે. આજે પણ તે એની પ્રેક્ટિસ કરે છે.
પ્રનૂતનની નવી ફિલ્મ આવી રહી છે ‘હેલ્મેટ’, જેમાં એનો હિરો છે અપારશક્તિ ખુરાના.

Pranutan performs on her Grand Mother Nutan’s song Mora Gora Ang Laile from the movie Bandini

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular