HomeGalleryFashion & Entertainmentપોલેન્ડની કેરોલીના બની મિસ વર્લ્ડ-2021 Fashion & Entertainment પોલેન્ડની કેરોલીના બની મિસ વર્લ્ડ-2021 By Manoj March 17, 2022 0 330 Share FacebookTwitterPinterestWhatsApp પોલેન્ડની સુંદરી કેરોલીના બિલાવસ્કાએ 70મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં તાજ જીત્યો છે. બુધવાર, 16 માર્ચની રાતે પ્યુર્ટો રિકોના પાટનગર સેન જુઆનના કોકા-કોલા મ્યુઝિક હોલમાં આયોજિત રંગારંગ કાર્યક્રમને અંતે કેરોલીનાને મિસ વર્લ્ડ-2021 વિજેતા ઘોષિત કરવામાં આવી હતી. ગયા વર્ષે કોરોનાવાઈરસ ચેપી બીમારી ફેલાતાં મિસ વર્લ્ડ-2021 સ્પર્ધા મોકૂફ રાખવી પડી હતી. મિસ વર્લ્ડ-2020 ટોની-એન સિંહ (જમૈકા)એ કેરોલીનાને તાજ પહેરાવ્યો હતો. ફર્સ્ટ રનર-અપનું ઈનામ અમેરિકાની ભારતીય-અમેરિકન શ્રી સૈનીએ જીત્યું હતું જ્યારે સેકન્ડ રનર-અપ આઈવરી કોસ્ટની ઓલિવિયા યેશ બની હતી. આ વખતની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ માનસા વારાણસીએ કર્યું હતું, પરંતુ એ ટોપ-6માં સ્થાન મેળવી શકી નહોતી. કેરોલીનાએ 98 દેશોની સુંદરીઓને હરાવીને તાજ જીત્યો છે. 2017માં માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. (તસવીર સૌજન્યઃ @MissWorldLtd) TagsKarolina BielawskaMiss World 2021Poland Share FacebookTwitterPinterestWhatsApp Previous articleહરભજન સિંહને રાજ્યસભામાં મોકલવાની AAPની તૈયારીNext articleસરખામણી કરવાની ભાવના આપણી તંદુરસ્તી માટે સારી નથી Manoj RELATED ARTICLES Fashion & Entertainment બહુચર્ચિત ફિલ્મ છાવાના આલ્બમ લૉન્ચ ઈવેન્ટની તસવીરો જુઓ February 13, 2025 Fashion & Entertainment પ્રિયંકાએ ભાઈના લગ્નની ઢગલાબંધ તસવીરો કરી શેર, જુઓ સ્પેશિયલ પળો February 8, 2025 Fashion & Entertainment ભાઈ સિદ્ધાર્થના લગ્નમાં પ્રિયંકાએ લગાવી મહેંદી, જુઓ તસવીરો February 6, 2025 - Advertisment - Most Popular અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 28, 2025 સુવિચાર – ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ February 27, 2025 અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો February 25, 2025 સુવિચાર – ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ February 24, 2025 Load more