Sunday, July 13, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainment‘દ્રશ્યમ’ની વિદ્યાર્થિની ઈશિતા દત્તાનું હોટ ફોટોશૂટ...

‘દ્રશ્યમ’ની વિદ્યાર્થિની ઈશિતા દત્તાનું હોટ ફોટોશૂટ…

2015માં આવેલી ‘દ્રશ્યમ’ હિન્દી ફિલ્મમાં અજય દેવગનની 12મા ધોરણમાં ભણતી પુત્રીનો રોલ કરનાર ઈશિતા દત્તાએ એક ફેશન બ્રાન્ડ લોન્ચ કરી છે. એ માટે તેણે ગ્લેમરસ સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું છે. એની તસવીરોને સોશિયલ મિડિયા પર સરસ પ્રતિસાદ મળ્યો છે. ઈશિતાએ વસ્ત્રો બનાવતી એક બ્રાન્ડ સાથે સહયોગ કરીને પોતાની ફેશન બ્રાન્ડ લોન્ચ કરી છે. ઈશિતા બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાની નાની બહેન છે. તે મોડેલ છે અને ‘એક ઘર બનાઉંગા’, ‘બેપનાહ પ્યાર’ જેવી ટીવી સિરિયલોમાં પણ અભિનય કર્યો છે. 2004માં તેણે ‘ફેમિના મિસ ઈન્ડિયા’ તાજ જીત્યો હતો. એણે તેનાં બોયફ્રેન્ડ અને સહ-કલાકાર વત્સલ સેઠ સાથે 2017માં મુંબઈમાં લગ્ન કર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular