Tuesday, July 1, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentકંગના મળી રાજનાથસિંહને

કંગના મળી રાજનાથસિંહને

બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત 13 ડિસેમ્બર, રવિવારે નવી દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને મળવા ગઈ હતી અને આગામી હિન્દી ફિલ્મ ‘તેજસ’માં પોતાની ભૂમિકાને ન્યાય આપી શકે એ માટે તેમના આશીર્વાદ લીધા હતા. કંગનાની સાથે ‘તેજસ’ ફિલ્મની ટીમના અન્ય સભ્યો પણ હતાં. કંગનાએ ફિલ્મની સ્ક્રિપ્ટથી ભારતીય હવાઈ દળના અધિકારીઓને વાકેફ કર્યા હતા અને તેજસ યુદ્ધવિમાનનું જ્યાં નિર્માણ કરવામાં આવ્યું હતું તે બેંગલુરુસ્થિત ભારતીય હવાઈદળના મથક ખાતે જઈને ફિલ્મના શૂટિંગ માટે અમુક પરવાનગી માગી હતી. ફિલ્મમાં કંગના દેશની પ્રથમ મહિલા એરફોર્સ પાઈલટ – તેજસનો રોલ કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular