Tuesday, May 20, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentકંગનાએ નાની બહેન માટે બનાવ્યું આલિશાન ઘર

કંગનાએ નાની બહેન માટે બનાવ્યું આલિશાન ઘર

બોલિવુડ અભિનેત્રી કંગના રણૌતની નાની બહેન રંગોલી ચંદેલનું નવું ઘર તૈયાર થઈ ગયું છે. તાજેતરમાં જ રંગોલીએ તેનાં નવા ઘરની કેટલીક તસવીરો શેર કરી હતી.

રંગોલી ચંદેલનું આ ઘર તેમના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામમાં છે. લોકડાઉન વચ્ચે ગયા મહિને જ રંગોલીએ આ નવા ઘરમાં ગૃહપ્રવેશ પૂજા કરી હતી. આ વાસ્તુ પૂજામાં કંગના અને અન્ય પરિવારજનો હાજર રહ્યા હતા.

તમને થતું હશે કે અહીં કંગનાના બહેનના ઘરની શા માટે વાત કરવામાં આવી રહી છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે, રંગોલીનાં આ ઘરની ઈન્ટીરિયર ડિઝાઈન કંગના રણૌતે જાતે તૈયાર કરી છે.

રંગોલીએ તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવા ઘરની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કંગના ઘરના ઈન્ટીરિયર પર કામ કરી રહી છે. આ ઉપરાંત કંગના કર્મચારીઓને ડિઝાઈન અંગે સમજાવી રહી હોય તેવી તસવીર પણ રંગોલીએ શેર કરી છે.

પોતાની એક્ટિંગથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી ચૂકેલી કંગનાએ સાબિત કરી બતાવ્યું કે તે ખરેખર મલ્ટી ટેલેન્ટેડ છે.

રંગોલીએ જણાવ્યું કે તેણે કંગનાની સ્ટાઈલથી અલગ અને થોડો મુશ્કેલ ટાસ્ક આપ્યો છે, પણ કંગનાએ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને કમાલ કરી દીધી.

કંગના એની બહેન રંગોલી અને બનેવી અજય ચંદેલ સાથે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular