બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત કોરોનાવાઈરસ બીમારીમાંથી હાલમાં જ સાજી થઈ છે. એ 20 મે, ગુરુવારે મુંબઈથી હિમાચલ પ્રદેશમાં તેનાં વતન મનાલી માટે રવાના થઈ હતી. તેણે 21 મે, શુક્રવારે પોતાની એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી છે. એમાં તે એનાં ઘરની અગાશી પર સવારના સૂર્યના તડકામાં બેસીને એની માતા પાસે માથામાં તેલનું માલીશ કરાવવાનો આનંદ માણી રહી છે. તસવીરની કેપ્શનમાં એણે લખ્યું છેઃ ‘આખી દુનિયાનું સુખ એક તરફ, માતાની ગોદ એક તરફ.’
મુંબઈ એરપોર્ટ પરથી રવાના થતી કંગના. ઓરેન્જ કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં ખૂબ સુંદર દેખાતી હતી.