Mumbai: Actors Abhishek Bachchan, Aishwarya Rai Bachchan, Amitabh Bachchan along with other family members pose for photos at the premiere of Netflix's film 'The Archies', in Mumbai on Tuesday, December 5, 2023. (Photo: IANS)
OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરથી રજૂ થનારી આગામી હિન્દી ફિલ્મ ‘ધ આર્ચીસ’ના પ્રીમિયર શોનું 5 ડિસેમ્બર, મંગળવારે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે અમિતાભ બચ્ચન એમના સમગ્ર પરિવાર સાથે હાજર રહ્યા હતા. જેમાં પત્ની જયા, પુત્ર અભિષેક, પુત્રવધુ ઐશ્વર્યા, પૌત્રી આરાધ્યા, પુત્રી શ્વેતા નંદા, જમાઈ નિખિલ નંદા, દોહિત્ર અગસ્ત્ય, દોહિત્રી નવ્યા નવેલીનો સમાવેશ થાય છે. તે ઉપરાંત આ પ્રસંગે અન્ય ફિલ્મી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. ‘ધ આર્ચીસ’ ફિલ્મનું નિર્માણ શાહરૂખ ખાન અને એની પત્ની ગૌરી ખાન તથા ઝોયા અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શ્વેતા-નિખિલ નંદાનો પુત્ર અગસ્ત્ય નંદા અને શાહરૂખ ખાન-ગૌરીની પુત્રી સુહાના, નિર્માતા બોની કપૂર-સ્વ. શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર, વેદાંગ રૈના, મિહિર આહુજા અને અદિતી ડોટ જેવા યુવા કલાકારો અભિનયની દુનિયામાં પ્રવેશ કરી રહ્યાં છે.અભિષેક, ઐશ્વર્યા અને એમની પુત્રી આરાધ્યા
ફિલ્મમાં 1960ના દાયકાનો સેટ બતાવવામાં આવ્યો છે. રિવરડેલ નામના શહેરમાં રહેતાં સગીર વયનાં મિત્રો – આર્ચી, બેટ્ટી, વેરોનિકા, જગહેડ, રેગી, એથેલ, ડિલટનની વાર્તા છે. આઝાદી, પ્યાર, દોસ્તી અને બ્રેક-અપ જેવા સમયગાળામાં પસાર થતાં સગીર લોકોને દર્શાવતી આ ફિલ્મને ઝોયા અખ્તરે ડાઈરેક્ટ કરી છે. અગસ્ત્ય નંદા આર્ચીનો રોલ ભજવી રહ્યો છે. સુહાના વેરોનિકા બની છે. ખુશી કપૂર વેરોનિકાની સહેલી છે. એ બંનેને આર્ચી સાથે પ્રેમ હોય છે. મિહિરે જગહેડનો રોલ કર્યો છે જે આર્ચીનો ખાસ મિત્ર છે. યુવરાજ મેંડા ડિલટન અને વેદાંત રૈનાએ રેગી મેન્ટલનો રોલ કર્યો છે.
‘આ આર્ચીસ’ ફિલ્મ 7 ડિસેમ્બરે બપોરે લગભગ 12 વાગ્યે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સબ્સક્રાઈબ્ડ યૂઝર્સ આ રોમેન્ટિક કોમેડીને સ્ટ્રીમ કરી શકશે.