Thursday, June 12, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentવેબસીરિઝ ‘ધ ટ્રાયલઃ પ્યાર, કાનૂન, ધોખા’ના પ્રમોશનલ કાર્યક્રમમાં કાજોલ

વેબસીરિઝ ‘ધ ટ્રાયલઃ પ્યાર, કાનૂન, ધોખા’ના પ્રમોશનલ કાર્યક્રમમાં કાજોલ

ડિઝની+હોટસ્ટાર પર 14 જુલાઈથી નવી, રહસ્યથી ભરપૂર હિન્દી વેબસીરિઝ ‘ધ ટ્રાયલઃ પ્યાર, કાનૂન, ધોખા’ રિલીઝ કરવામાં આવનાર છે. 12 જુલાઈ, બુધવારે મુંબઈમાં તે માટે આયોજિત એક પ્રમોશનલ કાર્યક્રમમાં અભિનેત્રી કાજોલ અને દિગ્દર્શક સુપર્ણ વર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. વેબસીરિઝની વાર્તા એક ગૃહિણી પર આધારિત છે જેને એનાં પતિની ભ્રષ્ટાચાર અને સેક્સકૌભાંડમાં જેલની સજા થયા બાદ પરિવારની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાની ફરજ પડે છે. વેબસીરિઝના અન્ય કલાકારો છેઃ કુબ્રા સૈત, ફ્લોરા સૈની, જિશુ સેનગુપ્તા, અલી ખાન.
કાજોલ આ પહેલી જ વાર વેબસીરિઝમાં ચમકશે.
દિગ્દર્શક સુપર્ણ વર્મા: આ સીરિઝ અમેરિકન ટીવી શો ‘ધ ગુડ વાઈફ’ની હિન્દી રીમેક છે.
સુપર્ણ વર્માઃ અમેરિકન સીરિઝ સાત સીઝનની હતી. આપણા દર્શકોને ગમશે તો નવી સીઝન બનાવીશું, નહીં ગમે તો પડદો પાડી, તાળી વગાડીને સમાપ્ત કરી દઈશું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular