Saturday, May 17, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainment‘બોન્ડ ગર્લ’ તાન્યા રોબર્ટ્સ (65)નું નિધન

‘બોન્ડ ગર્લ’ તાન્યા રોબર્ટ્સ (65)નું નિધન

હોલીવૂડ અભિનેત્રી અને ખાસ કરીને જેમ્સ બોન્ડ સિરીઝની ફિલ્મમાં ‘બોન્ડ ગર્લ’ તરીકે પ્રખ્યાત થયેલી અભિનેત્રી તાન્યા રોબર્ટ્સનું લોસ એન્જેલીસમાં નિધન થયું છે. એમની વય 65 વર્ષ હતી.
તાન્યા ગઈ 24 ડિસેમ્બરે મોર્નિંગ વોક પર નીકળ્યાં હતાં ત્યારે અચાનક ફસડાઈ પડ્યાં હતાં. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી એ વેન્ટીલેટર પર હતાં અને ગયા રવિવારે એમનું નિધન થયું. એમનાં નિધનનું કારણ હજી જાહેર કરાયું નથી, પણ એમનાં નિધનનું કારણ કોરોના નથી.
તાન્યાની સૌથી યાદગાર ભૂમિકા હતી જેમ્સ બોન્ડ ફિલ્મ ‘અ વ્યૂ ટૂ અ કિલ’ (1985). એમાં તેમણે સ્ટેસી સટનનો રોલ કર્યો હતો. એમાં રોજર મૂર બન્યા હતા જેમ્સ બોન્ડ.
તાન્યાએ 1975માં હોરર ફિલ્મ ‘ફોર્સ્ડ એન્ટ્રી’થી અભિનયક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. 1984માં એમણે એડવેન્ચર ફિલ્મ કરી હતી – ‘શીનાઃ ક્વીન ઓફ ધ જંગલ.’
તાન્યાએ અમુક ટીવી સિરિયલ (ચાર્લીઝ એન્જેલ્સ) અને શો પણ કર્યાં હતાં. એમનો આખરી ટીવી શો હતો – ‘બાર્બરશોપઃ ધ સિરીઝ’ (2005)
તાન્યાનાં પરિવારજન તરીકે બે જણ છે – એમની બહેન બાર્બરા અને 18 વર્ષ જૂના પાર્ટનર લાન્સ ઓબ્રાયન.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular