Saturday, August 2, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentઆશા પારેખ 'જીવન ગૌરવ એવોર્ડ'થી સમ્માનિત

આશા પારેખ ‘જીવન ગૌરવ એવોર્ડ’થી સમ્માનિત

બૃહદ મુંબઈ ગુજરાતી સમાજે તેની સ્થાપનાના 38મા વર્ષમાં કરેલા પ્રવેશ નિમિત્તે મુંબઈમાં દાદર (પૂર્વ)સ્થિત સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલા યોગી સભાગૃહમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ગુજરાતી ગૌરવ-ગિરનાર એવોર્ડ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર ગુજરાતીઓને એવોર્ડ એનાયત કરીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. હિન્દી ફિલ્મોનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી આશા પારેખને ‘જીવન ગૌરવ એવોર્ડ’ આપીને એમનું બહુમાન કરવામાં આવ્યું હતું. એવોર્ડ પ્રાપ્ત કરનારાઓમાં ક્રિકેટર હર્લી ગાલા, જીમિત ત્રિવેદી, દીપિકા ટોપીવાલા (ચિખલીયા), સંજય ગોરડિયા, સ્નેહા દેસાઈ, બાદલ પંડ્યા, રેખા ત્રિવેદી, અમિષા વોરા, ચેતન શેઠ, સુધીર દેસાઈ, સચીન-જીગર વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમનું સંચાલન શોભિત દેસાઈએ કર્યું હતું. સંગીતકાર આણંદજી વીરજી શાહ તથા મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન મંગલપ્રભાત લોઢા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં ઉદયપુરના રાજેશ સાળવી અને ગ્રુપ દ્વારા ઘૂમ્મર, ભવાઈ, ચારી, મયુર, કલબલીયા અને તેરાતાલી નૃત્ય, માથે સગડી મૂકીને ગરમાગરમ ચા પીવડાવતું નૃત્ય પેશ કરવામાં આવ્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular