Mumbai: Actors Vicky Kaushal and Fatima Sana Shaikh pose for photographs during the promotions for their upcoming film 'Sam Bahadur' at Mehboob Studio, in Mumbai, Tuesday, November 21, 2023. (Photo: IANS)
આગામી હિન્દી ફિલ્મ ‘સામ બહાદુર’ના નિર્માતાઓએ 21 નવેમ્બર, મંગળવારે મુંબઈમાં મેહબૂબ સ્ટુડિયો ખાતે મીડિયાકર્મીઓ સમક્ષ પ્રમોશન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં ફિલ્મનાં કલાકારો – વિકી કૌશલ અને ફાતિમા સના શેખ તથા દિગ્દર્શિકા મેઘના ગુલઝાર ઉપસ્થિત રહ્યાં હતાં અને તસવીરકારોને પોઝ આપ્યાં હતાં.મેઘના ગુલઝારે ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા અને ‘ફિલ્ડ માર્શલ’ પદવીથી નવાજવામાં આવેલા સામ માણેકશાના જીવન પરથી આ ફિલ્મ બનાવી છે. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વખતે સામ માણેકશા ભારતના લશ્કરી વડા હતા. વિકી કૌશલે સામ માણેકશાનો રોલ ભજવ્યો છે. ફાતિમા સના શેખ બની છે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી, સાન્યા મલ્હોત્રાએ ભજવ્યો છે સામ માણેકશાના પત્ની સિલૂ માણેકશાનો રોલ જ્યારે મોહમ્મદ ઝીશન અય્યૂબ બન્યો છે પાકિસ્તાની લશ્કરી વડો યાહ્યા ખાન.‘સામ બહાદુર’ ફિલ્મ આવતી 1 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.