Mumbai : Actors Abhishek Bachchan and Sayami Kher during a promotional for their upcoming film 'Ghoomer' in Mumbai on Wednesday, August 09, 2023. (Photo:IANS)
અભિષેક બચ્ચન અને સૈયામી ખેર 9 ઓગસ્ટ, બુધવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ એમની આગામી નવી હિન્દી ફિલ્મ ‘ઘૂમર’ના પ્રચાર કાર્યક્રમ માટે ઉપસ્થિત થયાં હતાં. આ ફિલ્મ મહિલા ક્રિકેટ પર આધારિત છે અને હંગેરીનાં દિવંગત પુરુષ એથ્લીટ – શૂટિંગસ્ટાર કારોલી તાકાક્સના જીવનથી પ્રેરિત છે, જેઓ એમનો એક હાથ ગુમાવી દીધા બાદ પણ હિંમત હાર્યાં નહોતાં અને શૂટિંગની રમતમાં બે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીત્યા હતા.સૈયામીએ આ ફિલ્મમાં એક અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવી દેનાર દિવ્યાંગ મહિલા ક્રિકેટર – બોલરની અને અભિષેકે ક્રિકેટ કોચની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં શબાના આઝમી, અંગદ બેદી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. અમિતાભ બચ્ચને ક્રિકેટ કોમેન્ટેટરના રૂપમાં જોવા મળશે.આર. બાલ્કી દ્વારા દિગ્દર્શિત ‘ઘૂમર’ ફિલ્મ આવતી 18 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવાની છે. ક્રિકેટ પ્રતિ ધારણા બદલી નાખે એવી આ ફિલ્મ આ ફિલ્મનું ટ્રેલર જોઈને સૌરવ ગાંગુલી, વિરેન્દર સેહવાગ, યૂવરાજ સિંહ, ડેવિડ વોર્નર જેવા અનેક દિગ્ગજ ક્રિકેટરોએ વખાણ કર્યા છે અને ફિલ્મ જોવાની આતુરતા વ્યક્ત કરી છે.