Friday, May 16, 2025
Google search engine
HomeGalleryCultureમુંબઈમાં કલાપ્રેમીઓને આકર્ષિત કરતો ‘કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ’

મુંબઈમાં કલાપ્રેમીઓને આકર્ષિત કરતો ‘કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ’

દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારના કાલા ઘોડા વિસ્તારમાં હાલ ‘કાલા ઘોડા કળા મહોત્સવ’ ચાલી રહ્યો છે. આ આર્ટ ફેસ્ટિવલ દર વર્ષે યોજવામાં આવે છે, જે એક કલ્ચરલ કાર્નિવલ છે. આની શરૂઆત કાલાઘોડા સંસ્થા દ્વારા 1999માં કરવામાં આવી હતી. કાલા ઘોડા નામ પાછળ કોઈ લોકવાયકા નથી, પરંતુ આ સ્થળે અંગ્રેજોના જમાનાથી કાળા ઘોડાની એક પ્રતિમા મૂકવામાં આવી છે તેથી આ મહોત્સવને ‘કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ’ નામે ઓળખવામાં આવે છે.
આ મહોત્સવમાં નૃત્ય, સંગીત, ચિત્રકામ, હસ્તકળા, ગ્રાફિક્સ આર્ટ, સિનેમા અને સાહિત્ય ઉપરાંત બીજી અનેક કળાઓનું કલાકારો દ્વારા પ્રદર્શન કરવામાં આવે છે. કલાકારોની નોખી-અનોખી કલાકૃતિઓ જોવા જેવી હોય છે. વિવિધ કળા-કારીગરી જોઈને ઘણું શીખવા-જાણવા મળે છે.
બાળકો માટે પણ વિશેષ મનોરંજન તેમજ માનસિક-શારીરિક પ્રવૃત્તિઓ પણ હોય છે.
અહીં કપડાં, જૂતાં, બેગ અને સજાવટની ચીજોની ખરીદી પણ કરી શકાય છે. તેથી નાના બાળકોથી લઈને વૃદ્ધજન એમ બધી વયનાં લોકો આ મહોત્સવની મુલાકાત લેતાં હોય છે.
જે લોકો મુંબઈમાં જોવાલાયક સ્થળોએ ફરવાની સાથે કળાનો શોખ પણ ધરાવતા હોય એમણે આ ફેસ્ટિવલની મુલાકાત લેવી જોઈએ. આ ફેસ્ટિવલ ગઈ 4 ફેબ્રુઆરીથી શરૂ થયો છે અને 12 ફેબ્રુઆરી સુધી ચાલશે. આનો સમય સવારે 10થી રાતે 10 સુધીનો છે. આ મહોત્સવમાં જવા માટે કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

(તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular