Monday, July 14, 2025
Google search engine
HomeGalleryCultureમુંબઈ: શિવાજી પાર્કમાં પ્રજાસત્તાક દિન પરેડ ડ્રેસ રીહર્સલ...

મુંબઈ: શિવાજી પાર્કમાં પ્રજાસત્તાક દિન પરેડ ડ્રેસ રીહર્સલ…

આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પરંપરાગત પરેડ માટે મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્ક ખાતે ડ્રેસ રીહર્સલ કરવામાં આવી રહ્યું છે. 24 જાન્યુઆરી, મંગળવારે રીહર્સલ કરતા સુરક્ષા જવાનો તથા વિવિધ સરકારી વિભાગો, સંસ્થાઓના સ્વયંસેવકોની ઝલક દર્શાવતી આ તસવીરો છે. આવતી 26 જાન્યુઆરીએ ભારત દેશ તેનો 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. એ દિવસે સવારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ઐતિહાસિક કર્તવ્ય પથ ખાતે વિશિષ્ટ વાર્ષિક પરેડ યોજવામાં આવશે. દેશની સંરક્ષણ તાકાત તથા સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન તે પરેડમાં કરવામાં આવે છે. મુખ્ય શહેરોમાં પણ પ્રજાસત્તાક પરેડનું આયોજન કરાય છે. (તસવીરોઃ દીપક ધુરી)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular