Sunday, May 18, 2025
Google search engine
HomeGalleryFashion & Entertainmentફિલ્મ નિર્માતા આનંદ પંડિતની પુત્રીના રિસેપ્શનમાં સેલેબ્સનો જમાવડો

ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની પુત્રીના રિસેપ્શનમાં સેલેબ્સનો જમાવડો

મુંબઈ: બૉલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની પુત્રી એશ પંડિતે પ્રભુતામાં પગલા માંડ્યા છે. લગ્ન બાદ મુંબઈના સાંતાક્રુઝમાં આનંદ પંડિત દ્વારા ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. જેમાં બૉલિવૂડ હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. રૉમેન્સના કિંગ શાહરુખ ખાનથી લઈ શિલ્પા શેટ્ટી, સુનિલ શેટ્ટી અને પ્રતીક ગાંધી સહિતના સેલેબ્સે રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી.

આનંદ પંડિતની પુત્રી એશ પંડિત સાહિલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. લગ્ન બાદ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સિલ્વર આઉટફિટમાં એશ ખુબ જ સુંદર લાગી રહી છે.

આનંદ પંડિત દ્વારા આયોજિત રિસેપ્શન પાર્ટીમાં બૉલિવૂડના જાણીતા ચહેરાઓ સામેલ થયાં હતાં.

કિંગ ખાન બ્લેક સુટમાં સજ્જ થઈ રિસેપ્શનમાં પહોંચ્યા હતાં.

અભિનેત્રી શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા સાથે રિસેપ્શનમાં પોઝ આપતી જોવા મળી હતી.

અભિનેતા ઈમરાન હાશ્મીએ પણ એશ પંડિતના રિસેપ્શનમાં હાજરી આપી હતી.

‘સ્કેમ 1992’થી બૉલિવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેતા પ્રતીક ગાંધી પણ રિસેપ્શનમાં સામેલ થયા હતાં.

અભિનેતા સુનિલ શેટ્ટી એશ પંડિતના વેડિંગ રિસેપ્શનમાં સામેલ થયા હતાં.

અભિનેત્રી શ્રીયા સરન ટ્રે઼ડિશનલ અંદાજમાં સજ્જ થઈ રિસેપ્શન પાર્ટીમાં જોવા મળી હતી.

બૉલિવૂડની સુંદર અભિનેત્રી નુસરત ભરુચા પણ રિસેપ્શનને માણવા પહોંચી હતી.

(તસવીર સૌજન્ય: માનસ સોમપુરા)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular