Thursday, July 31, 2025
Google search engine
HomeFeaturesKahevatરાણીને બોલાવીને ચોરે ચઢીએ, ને દાસીને બોલાવીને ખૂણે પેસીએ

રાણીને બોલાવીને ચોરે ચઢીએ, ને દાસીને બોલાવીને ખૂણે પેસીએ

 

રાણીને બોલાવીને ચોરે ચઢીએ,

ને દાસીને બોલાવીને ખૂણે પેસીએ…

 

આ કહેવત માણસના સંસ્કારોનું દર્શન કરાવે છે. સંસ્કારી માણસ સાથે વિવાદ થાય, મતભેદ થાય, ક્યારેક ઝઘડો થાય તો પણ એ શોભાસ્પદ ન હોય તેવી ભાષા નહીં વાપરે. એની વાણી અને વર્તનમાં સંસ્કાર રેલાતા હોય છે. આથી ઊલટું સંસ્કાર ન હોય તેવી વ્યક્તિ સાથે જો ઝઘડો થાય તો એની ભાષા જ એવી ક્લિષ્ટ હોય કે તમારે નીચું મોં ઘાલીને વિદાય થઈ જવું પડે, ઘરનો ખૂણો પકડી લેવો પડે.

જો કે દાસી શબ્દ અહીંયા માત્ર દાખલા પૂરતો વપરાયો છે. સંસ્કાર કોઈ પદ સાથે જોડાતા નથી. એ આંતરિક સ્ફૂર્ણા અને પૂર્વજન્મનાં પુણ્ય હોય તો જ તમારામાં પૂરે છે. ગાંધીજીને અંધારાથી ડર લાગતો હતો તેમાંથી મુક્ત કરનાર રંભા પણ દાસી હતી અને પોતાના બાળકનું બલીદાન આપી રાજકુંવરને બચાવનાર પણ દાસી હતી. આ કહેવતમાં દાસીનો અર્થ કોઈ હોદ્દા કે કામ સાથે સાંકળીને નહીં પણ એક હલ્કટ કે દુષ્ટ વ્યક્તિના પ્રતિક તરીકે લેવો જોઈએ.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular