Wednesday, July 16, 2025
Google search engine
HomeFeaturesInternational Affairsબ્રાઝિલમાં છે 'સર્પ ટાપુ'; ત્યાં માનવીઓ જઈ શકતા નથી

બ્રાઝિલમાં છે ‘સર્પ ટાપુ’; ત્યાં માનવીઓ જઈ શકતા નથી

ઘરતી પર અનેક એવા સ્થળો આવેલા છે જે રહસ્ય અને સાહસથી ભરેલા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ બ્રાઝિલમાં એક એવી જગ્યા છે જ્યાં માનવોનું નહીં પણ સાપોનું રાજ ચાલે છે. આ જગ્યા બ્રાઝિલમાં આવેલી છે જે ને ‘સર્પ આઇલેન્ડ’ તરીકે ઓળખાય છે. વિશ્વના એક એકથી ખતરનાક સાપ આ ટાપુ પર જોવા મળે છે. માર્ગ દ્વારા, જો તમે આ ટાપુને દૂરથી જુઓ તો તે ખૂબ જ સુંદર લાગે છે.

આ આઈલેન્ડનું સાચુ નામ ‘ઈલાહા દા ક્યૂઈમાદા’ છે. અહીં અલગ અલગ પ્રજાતિના 4000થી પણ વધુ સાપ છે. અહીં વાઈપર પ્રજાતિના પણ સાપ જોવા મળે છે. આ સાપો ખૂબ જ ઝેરી હોવાની સાથે ઉડવાની ક્ષમતા પણ ધરાવે છે.

બ્રાઝિલના નૌકાદળે સામાન્ય માનવીઓને આ ટાપુ પર જવાનો પ્રતિબંધ મૂક્યો છે. આ આઈલેન્ડ પર માત્ર સાપ સાથે જોડાયેલા વિક્ષેષજ્ઞ જ શોધ-સંશોધનના હેતુ માટે જઈ શકે છે. જોકે, એ લોકો પણ કાંઠા વિસ્તારમાં જ શોધ કરી શકે છે. આઈલેન્ડની અંદર તો આ લોકોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ છે.

સાપોથી ભરેલા આ આઈલેન્ડ પર કેટલાક શિકારીઓ ચોરી છૂપે ઘૂસી જાય છે. આ લોકો સાપોને ગેરકાયદે રીતે પકડે છે અને તેને વેંચે છે. અહીં મળતા ગોલ્ડન લાન્સહેડ વાઈપર સાપની કિંમત આંતરાષ્ટ્રીય માર્કેટમાં 18 લાખ રૂપિયા જેટલી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular