Sunday, May 18, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsચણાનો લોટ અને રવાના વડા

ચણાનો લોટ અને રવાના વડા

ઘરમાં ઉપલબ્ધ સામગ્રી વડે ઝટપટ બનતો આ નાસ્તો સ્વાદમાં પણ ચટપટો છે!

સામગ્રીઃ

  • ચણાનો લોટ 1 કપ
  • બારીક રવો 1 કપ
  • હળદર પાવડર ¼ ટી.સ્પૂન
  • રાઈ  ¼ ટી.સ્પૂન
  • 2 ચપટી હીંગ
  • આદુ લસણની પેસ્ટ 1 ટી.સ્પૂન
  • 2 લીલા મરચાં
  • વઘાર માટે તેમજ તળવા માટે તેલ
  • અધકચરા વાટેલા ધાણા 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • ચીલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
  • 1 કાંદો ઝીણો સમારેલો
  • 1 સિમલા મરચું ઝીણું સમારેલું
  • 1 ટમેટું ઝીણું સમારેલું
  • ધોઈને ઝીણી સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન

રીતઃ ચણાનો લોટ અને રવો મિક્સ કરો. ત્યારબાદ તેમાં 1½ થી 2 કપ પાણી ઉમેરીને પાતળું ખીરું બનાવો અને હળદર પાવડર મિક્સ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરીને રાઈનો વઘાર કરો. ત્યારબાદ તેમાં હીંગ તેમજ આદુ-લસણની પેસ્ટ તથા લીલા મરચાં ઝીણા સુધારીને ઉમેરી લો. ગેસની આંચ તેજ તેમજ મધ્યમ કરવી. આ ખીરું ચમચા વડે સતત હલાવતા રહેવું જ્યાં સુધી એ ઘટ્ટ ન થાય. ઘટ્ટ થયા બાદ ગેસ બંધ કરી દો.

લોટનું મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેમાં અધકચરા વાટેલા ધાણા, ઝીણો સમારેલો કાંદો, સિમલા મરચું, ટમેટું તેમજ બાકીના મસાલા ઉમેરીને લોટ બાંધી દો.

હવે આ લોટમાંથી લીંબુની સાઈઝનો લૂવો લઈ તેને ચપટો ગોળ આકાર આપીને એક પ્લેટમાં મૂકતા જાવ. તમે એને ગોળને બદલે ચોરસ આકાર પણ આપી શકો છો. બધા ગોળા તૈયાર થઈ જાય એટલે તેને તેલમાં શેલો ફ્રાઈ અથવા ડીપ ફ્રાઈ કરી લો.

તેલ ગરમ થાય એટલે ગોળાને હળવેથી તેલમાં નાખો અને જ્યાં સુધી નીચેથી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી ઉથલાવવા નહીં. કેમ કે, તે તૂટી શકે છે. ગોલ્ડન બ્રાઉન થયા બાદ ઉથલાવીને બીજી બાજુ થવા દો.

આ નાસ્તો ટમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે સારો લાગશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular