Thursday, July 17, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsતલના મુલાયમ લાડુ

તલના મુલાયમ લાડુ

શિયાળામાં શરીરને ગરમી મળી રહે એવા પદાર્થોમાં તલના લાડવા પણ બનાવાય છે. તલમાં રહેલાં ફાઈબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ શરીરને ઉર્જા આપે છે. તેમજ સ્ટ્રેસ અને ડિપ્રેશનનું લેવલ ઘટાડે છે. વધુમાં તે કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયરોગનું જોખમ પણ નિવારે છે.

સંક્રાંતિમાં બનેલા તલના લાડુ ઘણાં બાળકોને ભાવતા નથી. વળી, વૃદ્ધો દાંત વિના ખાઈ નથી શકતા. તો તલના આ લાડુ મોંઢામાં મૂકતા જ ઓગળી જાય એવા મુલાયમ બને છે.

 

સામગ્રીઃ

  • તલ 1 કપ
  • ઝીણો સમારેલો ગોળ ¾ કપ
  • એલચી પાવડર ½ ટી.સ્પૂન
  • ઘી ½ ટે.સ્પૂન

રીતઃ કપને જાડા તળિયાવાળી કઢાઈ અથવા પેનમાં ગેસની ધીમી મધ્યમ આંચે શેકવા.  તલ શેકતી વખતે સતત ચમચા વડે હલાવતાં રહેવું જેથી તલ તળિયે ચોંટે નહીં. તલ તતડવા લાગે એટલે શેકાઈ ગયા છે. ગેસ બંધ કરીને તલને ઠંડા કરવા મૂકો. (કાજુ, બદામ, પીસ્તા ઉમેરવા હોય તો તલ શેકતી વખતે ઉમેરી શકો છો.)

તલ ઠંડા થાય એટલે મિક્સીમાં નાખી 1 સેકન્ડ માટે ફેરવો. ત્યારબાદ ફરી 1 સેકન્ડ ફેરવો અને ત્યારબાદ તેમાં ગોળનો ભૂકો, એલચી પાવડર તેમજ ½ ટે.સ્પૂન ઘી નાખીને ફરીથી મિક્સીને 1-2 સેકન્ડ માટે ફેરવો. મિક્સરનું ઢાંકણ ખોલીને જોઈ લો દરેક વસ્તુ મિક્સ થઈ ગઈ હશે. હવે આ મિશ્રણને એક વાસણમાં કાઢી લો.

હાથ પર થોડું ઘી ચોપડીને તલનું મિશ્રણ લઈ ગોલો વાળી જુઓ. મિશ્રણ સૂકું લાગે તો થોડું ઘી ઉમેરીને લીંબુની સાઈઝના લાડુ વાળો.

આ લાડુ એરટાઈટ જારમાં 2-3 અઠવાડિયા સુધી સારા રહે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular