Friday, May 16, 2025
Google search engine
HomeFeaturesCooking Tipsગુંદરના લાડુ

ગુંદરના લાડુ

સાકર વગરના આ ગુણકારી લાડુ થાક ઉતારે અને હાડકાં મજબૂત બનાવે છે. શિયાળાની સવારે રોજ ખાવાથી શરીરમાં ઉર્જા પણ અનુભવાશે!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 2 કપ
  • ઘી 4 ટે.સ્પૂન
  • ખાવાનો ગુંદર 4 ટે.સ્પૂન
  • તલ 2 ટે.સ્પૂન
  • ખસ ખસ 2½ ટે.સ્પૂન
  • સૂકા નાળિયેરનું ખમણ 2 ટે.સ્પૂન
  • મખાણા 1 કપ
  • સમારેલો ગોળ 1 કપ
  • કાળા ખજૂર 1 કપ
  • ડ્રાયફ્રૂટ 1 કપ
  • સૂંઠ 1 ટે.સ્પૂન
  • એલચી તેમજ જાયફળનો પાવડર 1 ટી.સ્પૂન

રીતઃ ઘઉંનો લોટ એક ફ્રાઈ પેન અથવા કઢાઈમાં ગેસની મધ્યમ આંચે ગોલ્ડન કલરનો શેકીને બીજા વાસણમાં કાઢી લો.

કઢાઈને ફરીથી ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં 2 ટે.સ્પૂન ઘી ઉમેરો અને તેમાં ખાવાનો ગુંદર નાખીને ઘીમાં ફુલે ત્યાં સુધી સાંતડીને બીજા એક વાસણમાં કાઢી લો. હવે વારાફરતે તેમાં તલ અને ત્યારબાદ ખસખસ સાંતડો અને બીજા વાસણમાં કાઢી લો. ફરીથી તેમાં 1 ટે.સ્પૂન ઘી ઉમેરીને તેમાં નાળિયેરનું ખમણ 1 મિનિટ માટે સાંતડીને તરત જ બીજા વાસણમાં કાઢી લો. હવે ઘીમાં મખાણાને પણ સાંતડીને બાજુએ કાઢી લો. ત્યારબાદ ડ્રાયફ્રૂટને 2-3 મિનિટ સાંતડી લો.

કઢાઈમાં 1 કપ સમારેલો ગોળ તેમજ ¼ કપ પાણી ઉમેરીને હલાવતા રહો, જ્યાં સુધી ગોળ ઓગળી ન જાય. હવે ગેસને બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો.

ખાંડણી – દસ્તામાં પહેલાં મખાણા અને ત્યારબાદ ગુંદર તેમજ ડ્રાયફ્રૂટને અધકચરા પીસી લો. હવે મિક્સીમાં મખાણા, ગુંદર, તેમજ ડ્રાયફ્રૂટનો જોઈએ તે પ્રમાણે પાવડર પીસી લો. ખજૂરને ચપ્પૂ વડે નાના ટુકડામાં કટ કરી લો. તલ તેમજ ખસખસને આખા રાખી શકાય

શેકેલા લોટમાં ઉપર દળેલી બધી સામગ્રી તેમજ તલ, ખસખસ અને ખજૂર મેળવી લો. સૂંઠ તેમજ એલચી તેમજ જાયફળનો પાવડર પણ ઉમેરી લો. આ મિશ્રણમાં ગોળની ચાસણી પણ ઉમેરી લો અને મિક્સ કરીને તેમાંથી નાના લાડવા વાળી લો. ઘી વધુ ઉમેરવું હોય તો ઉમેરી શકાય.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular